17 દિવસ મહા મેહનત બાદ સુરંગમાંથી બહાર આવ્યા 41 શ્રમિકો
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકોને અંતે બહાર કઢાયા છે. રેસ્ક્યુ ટીમ દ્વારા હોલ માઈનિંગ અને સુરંગની ઉપરથી વર્ટિકલ ડ્રિલિંગ કર્યું હતું. NDRFની ટીમ પાઈપ મારફતે શ્રમિકો સુધી પહોંચી હતી. આ ટીમની મદદથી શ્રમિકોને પાઈપ દ્વારા બહાર કાઢવાની કામગીરી કરાઈ.
ઉત્તરકાશી ટનલ દુર્ઘટના અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સિલ્ક્યારા ટનલના નિર્માણ દરમિયાન બિલ્ડરોએ બાબા બોખનાગના પ્રાચીન મંદિરને નષ્ટ કરી દીધું હતું. જેના કારણે બાબા બોખનાગ ગુસ્સે થઈ ગયા અને આ મોટી દુર્ઘટના થઈ. રેસ્ક્યુ અભિયાનની સફળતા બાદ સીએમ ધામીએ જાહેરાત કરી છે કે બોખનાગ બાબાનું મંદિર બનાવવામાં આવશે. આ સાથે દરેક કામદારોને 1-1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવશે.
ટનલમાં ફસાયેલા શ્રમિકોને મળશે કેટલા રૂપિયા ?
ઉત્તરકાશી સ્થિત ટનલમાં ફસાયેલા શ્રમિકોને 17માં દિવસે સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા. તમામ શ્રમિકો માટે CM પુષ્કર ધામીએ એક એક લાખ રૂપિયા વળતરનું કર્યું એલાન.
ટનલમાં ફસાયેલા શ્રમિકોને 17 દિવસ કેવી રીતે કાઢ્યા ?
17 દિવસ અમે ફોન પર લૂડો રમીને વિતાવ્યા, ફોન ચાર્જ કરવા માટે વીજળીની સુવિધા હતી. પરંતુ નેટવર્કના અભાવના કારણે કોઈને અમે કૉલ ન હોતા કરી શકતા. ટનલમાં આવતા પાણીથી સ્નાન કરતા અને મમરા-ઈલાયચી ખાઈને ભૂખને સંતોષતા.