Manav Kalyan Yojana 2024: માનવ કલ્યાણ યોજના હેઠળ મળશે વિવિધ પ્રકારના સાધનો, જાણો શું મળશે

Manav Kalyan Yojana 2024 : માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઈઝ સાધન/ ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અરજદારો https://e-Kutir.gujarat.gov.in પર તા . 03- 07-2024 થી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

માનવ કલ્યાણ યોજના હેઠળ આ સાધનો મળશે

માનવ કલ્યાણ યોજના હેઠળ અલગ અલગ સાધનો સહાય સ્વરૂપે આપવામાં આવે છે. વ્યક્તિના રસ અને આવડતને અનુકૂળ Tool Kit આપવામાં આવે છે. લાભાર્થીઓને કુલ–૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલકિટ્સ આપવામાં આવે છે.

  • કડિયા કામ
  • સેન્‍ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ
  • સુથારી કામ
  • ધોબી કામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દૂધ-દહી વેચનાર માટેની ટૂલકીટ
  • માછલી વેચનાર માટેની ટૂલકીટ
  • પાપડ બનાવટના સાધનો
  • અથાણા બનાવટ માટે સાધન
  • ઠંડા પીણા,ગરમ,વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
  • મોબાઇલ રિપેરીંગ માટેની કીટ
  • પેપર કપ અને ડીશ બનાવટ માટે સાધન સહાય (સખીમંડળ)
  • હેર કટીંગ (વાળંદ કામ)
  • રસોઈકામ માટે પ્રેશર કુકર(રદ કરેલ છે.

માનવ કલ્યાણ યોજના માટે પાત્રતા ધોરણ

  • અરજદારની વય 16 થી 60 વર્ષ સુધીની હોવી જોઈએ.
  • અરજદાર BPL કાર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક ₹ 1,20,000/- અને શહેરી વિસ્તારના અરજદારની વાર્ષિક આવક ₹ 1,50,000/- થી ઓછી ના હોવી જોઈએ. (આવકનો દાખલો મામલતદાર, ચિફ ઓફિસર, જેવા સક્ષમ સત્તાધિકારી પાસેથી કઢાવેલ હોવો જોઈએ)

માનવ કલ્યાણ યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • અરજદારનું આધાર કાર્ડ
  • BPL રેશન કાર્ડની નકલ
  • વાર્ષિક આવકનો દાખલો
  • ઉંમર અંગેનો પુરાવો.
  • રહેઠાણનો પુરાવો( લાઈટબીલ, લાઈસન્સ, ચુંટણીકાર્ડ)
  • જાતિનો દાખલો.
  • જો કોઈ વ્યવસાઈક તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર.
  • એકારનામુ.
  • અભ્યાસનો પુરાવો.
  • સ્વઘોષણાપત્ર.
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો.

માનવ કલ્યાણ યોજના અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ: e-kutir.gujarat.gov.in
  • ઈ-કોટેજ પોર્ટલ પર નોંધણી કરવા માટે “નવા સખી મંડળ/ઔદ્યોગિક સહકારી માટે “સોસાયટી/એનજીઓ નોંધણી/ખાદી સંસ્થા અહીં ક્લિક કરો” પર ક્લિક કરો.
  • નોંધણી તમે આ ફોર્મ ઇ-કોટેજ પોર્ટલ પર નોંધણી કરાવી શકો છો.

મહત્વપૂર્ણ લિંક

Leave a comment