Pandit Din Dayal Upadhyay Awas Yojana: દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના,1.20 લાખની સહાય, ઓનલાઈન અરજી કરો

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના :- હેલ્લો મિત્રો, આજે આપણે એક નવી સરકારી યોજના પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ સરકારી યોજનાનું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે.આ સરકારી યોજનામાં કોણ ફોર્મ ભરી શકે છે, લાયકાત શું છે, પગાર ધોરણ શું છે, ઉંમર આ સરકારી યોજના માટે કેટલી હોવી જોઈએ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, આ સરકારી યોજનાથી લાભ શું થશે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે પાત્રતા ધોરણ શું છે, ફોર્મ Offline Mode હોય તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કઈ રીતે કરવું, ડાઉનલોડ કરેલું અરજી ફોર્મ ક્યાં જમા કરાવવું વગેરે આ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાને લગતી સંપૂર્ણ બાબત આપણે આ લેખ/પોસ્ટમાં સમજીએ તો આ પોસ્ટ કે લેખ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી.

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

  1. યોજનાનું નામ :- પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના
  2. હેઠળ :- ગુજરાત રાજ્ય સરકાર
  3. વિભાગનું નામ :- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
  4. લેખનો પ્રકાર :- સરકારી યોજના
  5. અરજી :- પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઓનલાઈન ફોર્મ અરજી કરો.
  6. સત્તાવાર પોર્ટલ :- https://esamajkalyan.gujarat.gov.in/
  7. ઑનલાઇન ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ :- –
  8. લાભ :- રૂપિયા 1,20,000 ની મકાન સહાય

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ કોણ લઈ શકે ?

  • આ યોજના માં અરજદાર રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે.
  • અરજદાર ગુજરાતની વિચરતી વિમુક્ત જાતિ, અત્યંત પછાત વર્ગ અથવા વિધવા સ્ત્રી હોવી જોઈએ.
  • પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થી પાસે પોતાનો પ્લોટ અથવા તો પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે.
  • જો કોઈ વ્યક્તિને સરકાર દ્વારા મફતમાં પ્લોટ આપવામાં આવે છે તો તે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર બનશે.
  • લાભ લેવા ઇચ્છુક અરજદારના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ પાસે બીજું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ જો હોય તો તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે નહીં.
  • જો પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક અરજદાર ગ્રામીણ વિસ્તારનો હોય, તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 20 હજાર થી વધુ ના હોવી જોઈએ.
  • જો અરજદાર શહેરી વિસ્તારનો હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 50 હજાર થી વધુ ન હોવી જોઈએ.
  • અરજી કરનાર પરિવારમાં કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી ન હોવી જોઈએ.
  • બી. પી. એલ કાર્ડ ધરાવતા અરજદારઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના લાભો :

  • આ યોજના હેઠળ મળતી સહાય અરજદારના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • પંડિત દિન દયાળ યોજનામાં અરજદારને 3 હપ્તામાં સહાય આપવામાં આવશે.
  • પ્રથમ હપ્તો રૂ. 40,000 નો રહેશે, જે અરજદારને ઘરના ડેમનું કામ શરૂ કરવા માટે આપવામાં આવશે.
  • બીજો હપ્તો 60,000 રૂપિયામાં આપવામાં આવશે. આ હપ્તાના મકાનનો હપ્તો લિંટેલ સ્તરે પહોંચતા જ મળશે.
  • ત્રીજો અને અંતિમ હપ્તો 20,000 રૂપિયામાં આપવામાં આવશે. આ હપ્તાની રકમ અરજદારને આખું ઘર પૂર્ણ થવા પર પ્રાપ્ત થશે.
  • પંડિત દિનદયાળ આવાસ યોજના હેઠળ શૌચાલય બનાવવા માટે તમારે અલગથી અરજી કરવાની રહેશે.
  • શૌચાલયના નિર્માણ માટે 16920 રૂપિયાની રકમ મનરેગામાંથી અલગથી આપવામાં આવશે.

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ માટેના જરૂરી દસ્તાવેજની યાદી :

  1. આધાર કાર્ડ
  2. રેશન કાર્ડ
  3. ચૂંટણી ઓળખપત્ર
  4. અરજદારની જાતિ અથવા પેટા જાતિનો દાખલો/પ્રમાણપત્ર
  5. આવકનો દાખલો/પ્રમાણપત્ર
  6. રહેઠાણનો પુરાવો (વીજળી બિલ અને લાઇસન્સ અને ભાડાકરાર અને ચુંટણી કાર્ડની નકલ )
  7. પાસબુક અથવા કેન્સલ ચેક
  8. જમીન માલિકીનું આધાર અથવા દસ્તાવેજ અથવા અકારની પત્રક/હક પત્રક અથવા સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  9. જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ/પ્રમાણપત્ર (તલાટી-કમ-મંત્રી)ની સહીવાળી.
  10. અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી અથવા સિટી તલાટી ક્મ મંત્રી અથવા સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  11. મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી/પ્રમાણપત્ર
  12. ખુલ્લો પ્લોટ અથવા કાચા મકાનનો ફોટો
  13. BPL નો દાખલો/પ્રમાણપત્ર
  14. પતિના મરણ નો દાખલો/પ્રમાણપત્ર (જો વિધવા હોય તો ફરજિયાત છે)
  15. કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન અથવા તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ ભરવા માટે મહત્વપૂર્ણ લિંકો :

Leave a comment