Pradhan Mantri Vishwakarma Yojana 2023: પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023,સાધનો ખરીદવા માટે રૂપિયા 15,000/- સહાય

Pradhan Mantri Vishwakarma Yojana 2023 || પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023 :-  હેલ્લો મિત્રો, આજે આપણે એક નવી સરકારી યોજના પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ સરકારી યોજનાનું નામ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના આ છે.આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023 યોજનામાં કોણ ફોર્મ ભરી શકે છે, લાયકાત શું છે, પગાર ધોરણ શું છે, ઉંમર આ સરકારી યોજના માટે કેટલી હોવી જોઈએ, ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023 લાભ શું થશે, આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023 પાત્રતા ધોરણ શું છે, ફોર્મ Offline Mode હોય તો અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કઈ રીતે કરવું, ડાઉનલોડ કરેલું અરજી ફોર્મ ક્યાં જમા કરાવવું વગેરે આ સરકારી યોજનાને લગતી સંપૂર્ણ બાબત આપણે આ લેખ/પોસ્ટમાં સમજીએ તો આ પોસ્ટ કે લેખ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023 પરંપરાગત કામ કરતા તમામ કારીગરોને સહાય આપવાનું આયોજન છે. સરકાર આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ 18 પ્રકારના કારીગરોને સહાય આપવાનું લક્ષ્ય ધરાવે છે.

  1. સુથાર
  2. લુહાર
  3. કુંભાર
  4. કડિયા
  5. વાણંદ
  6. દરજી
  7. ધોબી
  8. સોની
  9. મોચી
  10. માળી (ફૂલની માળા બનાવનાર)
  11. હેમર અને ટૂલકીટ નિર્માતા
  12. શિલ્પકાર
  13. નાવડી બનાવનાર
  14. ઢીંગલી અને રમકડા બનાવવા (પરંપરાગત)
  15. સાવરણી બનાવનાર
  16. માછીમારીની જાળ બનાવનાર
  17. લોકસ્મિથ
  18. ચપ્પુ બનાવનાર

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023 લાભો :

  • નોંધણી પછી લાભાર્થીને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને આઈડી મળશે. કાર્ડ
  • કૌશલ્યની ચકાસણી બાદ લાભાર્થીઓને રૂપિયા 15000/-ની કિંમતની ટૂલકીટનો લાભ
  • રૂપિયા 500/- સ્ટાઈપેન્ડ સાથે મૂળભૂત કૌશલ્ય તાલીમ
  • તાલીમ પછી 18 મહિનાના સમયગાળા માટે લાભાર્થીને રૂપિયા 10,000/- સુધીની કોલેટરલ ફ્રી લોન
  • પ્રથમ લોન પૂર્ણ થયા બાદ સ્ટાઈપેન્ડ સાથે એડવાન્સ કૌશલ્ય તાલીમ 30 મહિનાના સમયગાળા માટે રૂપિયા 200000/- સુધીની બીજી લોન
  • 100 (માસિક) વ્યવહારો માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન દીઠ રૂપિયા 1/- ના દરે પ્રોત્સાહનો અને અન્ય લાભો

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023 પાત્રતા :

  • ઉંમર ન્યૂનતમ :- 18 વર્ષ
  • કુટુંબ દીઠ એક સભ્યને લાભ મળશે
  • છેલ્લા પાંચ વર્ષમાં સ્વ-રોજગાર અને વ્યવસાયના વિકાસ માટે લોન લેવામાં આવી ન હોવી જોઈએ.
  • સરકારી કર્મચારી અને તેના પરિવારના સભ્યો પાત્રતા ધરાવશે નહીં.

પીએમ વિશ્વકર્મા યોજના માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ ?

  1. આધાર કાર્ડ
  2. બેંકની વિગત
  3. મોબાઇલ નંબર
  4. રેશન કાર્ડ
  5. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023 નોંધણી
  6. સીએચસી સેન્ટર અને એગ્રામ સેન્ટર અને ડાયરેક્ટ રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિંક ખોલો.

મહતવપૂર્ણ લિંક :

Leave a comment