Tar Fencing Yojana: તાર ફેન્સીંગ યોજના,ખેતર આજુબાજુ કાંટાળી તારની વાડ બનાવવા માટે સહાય યોજના ઓનલાઈન અરજી કરો

તાર ફેન્સીંગ સહાય યોજના :- હેલ્લો મિત્રો,આજે આપણે એક નવી સરકારી યોજના પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ સરકારી યોજનાનું નામ તાર ફેન્સીંગ સહાય યોજના આ છે.આ સરકારી યોજનામાં કોણ ફોર્મ ભરી શકે છે, લાયકાત શું છે, પગાર ધોરણ શું છે,તાર ફેન્સીંગ સહાય યોજના માટે ઉંમર કેટલી હોવી જોઈએ,તાર ફેન્સીંગ સહાય યોજના માટે ફોર્મ કઈ રીતે ઓનલાઈન ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,તાર ફેન્સીંગ સહાય યોજના માં ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, આ સરકારી યોજનાથી લાભ શું થશે, તાર ફેન્સીંગ સહાય યોજના માટે પાત્રતા ધોરણ શું છે, ફોર્મ Offline Mode હોય તો અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કઈ રીતે કરવું, તાર ફેન્સીંગ સહાય યોજનાનું ડાઉનલોડ કરેલું અરજી ફોર્મ ક્યાં જમા કરાવવું વગેરે આ સરકારી યોજનાને લગતી સંપૂર્ણ બાબત આપણે આ લખાણ અથવા પોસ્ટમાં સમજીએ તો આ પોસ્ટ કે લેખ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. મિત્રો અમારી માહિતી તમને ગમતી હોય તો તમે તમારાં સગા-સંબંધીઓને શેર કરવા વિનંતી. આવી દરરોજ માહિતી મેળવવા માટે અમારી આ Official Maru Gujarat વેબસાઇટ મુલાકાત લો.

તાર ફેન્સીંગ સહાય યોજનાનો હેતુ :

રાજ્યમાં મોટાભાગે ખેડૂત લોકો વસવાટ કરે છે.બધાં ખેડૂત અલગ અલગ ઋતુમાં અલગ પાક લે છે.અમુક વાર ખેડૂતનાં પાકને નુકશાન થાય છે.આપણે જાણીએ છીએ કે ખેડૂતોના પાકને મુખ્યત્વે બે રીતે નુકસાન થતું હોય છે પહેલું તો કુદરતી રીતે જેમાં આપણે કશું કરી શકતા નથી પરંતુ બીજું જંગલી પાલતું અથવા પ્રાણીઓના હિસાબે પણ ખેડૂતોના પાકને મોટું નુકસાન થતું હોય છે. આ નુકસાન થી ખેડૂતોને બચાવવા માટેના ઉદ્દેશ્ય સાથે તાર ફેન્સીંગ સહાય યોજના શરૂ કરેલી છે.આ સરકારી યોજના હેઠળ ખેડૂતને તાર બનાવવા માટે સહાય આપવામાં આવે છે.

તાર ફેન્સીંગ સહાય યોજના માટેની પાત્રતા ધોરણ 

  • આ તાર ફેન્સીંગ સહાય યોજનાનો લાભ માત્ર ગુજરાતના નાગરિક જ લઈ શકે છે.
  • એમાં પણ ખેડૂત કે જેમના નામે જમીન હશે તે જ આ યોજનાનો લાભ ઉઠાવી શકશે. (7/12 અને 8-અ હોવા જરૂરી છે)
  • ખેડૂત પરિવાર પાસે બે હેક્ટર એટલે કે 12.50 વીઘા જમીન હોવી જરૂરી છે.
  • જો ખેડૂત પાસે 12.50 વીઘા જમીન ના હોય તો તે બે અથવા બેથી વધુ ખેડૂતો મળીને પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માટે પાત્ર રહેશે.
  • ગુજરાતના તમામ ખેડૂતો એટલે કે નાના અથવા મોટા અને સીમાંત બધા ખેડૂતો આ તાર ફેન્સીંગ સહાય યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવે છે.

તાર ફેન્સીંગ સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજોની યાદી 

  1. અરજી સાથે ખેડ્રત/ખેડૂતોના પોતાની વિગતો હોવી
  2. ખેડૂત પાસે બેંક એકાઉન્ટની પાસબુક હોવી
  3. ૭/૧૨, ૮અ જમીન ઉતારા
  4. આઘારકાર્ડની નકલ
  5. જુથ લીડરને પેમેન્ટ કરવાનુ એફીડેવીટ કે નકલ
  6. ખેડૂતો કામગીરી સામૂહિક રીતે કરવા સંમત છે તેવુ સંમતિ૫ત્ર/બાંહેઘરી૫ત્રક
  7. ખેડૂતોએ તાર ફેન્સીંગ સહાય યોજનાનો લાભ આગાઉ લીઘેલ નથી તે અંગેનુ સંમતિ૫ત્ર/બાંહેઘરી૫ત્રક

તાર ફેન્સીંગ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

તાર ફેન્સીંગ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો:

  • સ્ટેપ 1 :- સૌ પ્રથમ i khedut પોર્ટલથી ઓપન કરો
  • સ્ટેપ 2 :- તેની સાઈટ ખુલશે તેમા “સરકારી યોજના” લખેલુ છે તેમા ક્લિક કરો.
  • સ્ટેપ 3 :- એક મેનુ ખુલશે તેમા “close” લખેલુ છે તેના પર ક્લિક કરો.
  • સ્ટેપ 4 :- તેમા બધી સરકારી યોજના ખુલશે જેમા તમારે “ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ” વાળા ખાનામા “વિગતો માટે અહીં ક્લિક કરો” તેના પર ક્લિક કરો.
  • સ્ટેપ 5 :- જેમા નીચે 6 નંબરના ખાનામાં “અરજી કરો” લખેલુ છે તેના પર ક્લિક કરો.
  • સ્ટેપ 6 :- તેના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે તેમા “નવી અરજી કરવા ક્લિક કરો” લખેલુ છે તેના પર ક્લિક કરો.
  • સ્ટેપ 7 :- ગુજરાતીમાં એક ફોર્મ ખુલશે તેમા તમારી બધી વિગતો લખો. લખાઇ ગયા પછી અરજી ફોર્મમાં નીચે “અરજી સેવ કરો” લખેલુ છે તેના પર ક્લિક કરો.
  • સ્ટેપ 8 :- જે પેજ ખુલશે તેમાં તમારો ઓનલાઈન અરજી ક્રમાંક લખેલો હશે તેને સાચવી અથવા તેની નોટ બનાવો.

ઉપર આપેલા બધાં સ્ટેપને અનુસરીને તમે સરળથી તાર ફેન્સીંગ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકો છો.

મહત્વપૂર્ણ લિંક :

Leave a comment