ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી: ગુજરાતમાં ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે 5 ડિસેમ્બર કે 6 ડિસેમ્બર સુધીમાં માં આ જિલ્લાઓમાં ફરી વરસાદ પડશે તેવી શક્યતા વધી રહી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે આ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. વરસાદ પડશે તો શિયાળુ પાક ને ખૂબ નુકસાન થશે. કપાસ, રાયડો, ડુંગળી, લસણ, બટાકા, શાકભાજી, જીરું , ઈસબગુલ વગેરે જેવા શિયાળુ પાકને આ વરસાદ પડશે તો નુકશાનની શક્યતા રહેલી છે. દરિયા કિનારાના લોકોએ દરિયો ખેડવો જોઇએ નહી કેમ કે વરસાદ પડશે તો દરિયો માં તૂફાન આવશે અને મોટો મોજા ઉછળશે.
ગુજરાતમાં આ જિલ્લામાં કમોસમી વરસાદ પડશે
ગુજરાતમાં 5 ડિસેમ્બર કે 6 ડિસેમ્બર સુધીમાં આ જિલ્લા માં વરસાદ પડશે ડાંગ, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ પડશે.હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં ભીષણ વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરી છે.સાથે જ પૂર્વીય અને દક્ષિણ ગુજરાત તટીય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આજથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા કાતિલ ઠંડીની આગાહી પણ કરી છે. તો અંબાલાલ પટેલેના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગયા બાદ ઠંડીમાં ખૂબ વિપુલ પ્રમણમાં વધારો થાશે.
બીજી તરફ ગુજરાત તરફ એક વાવાઝોડાનું સંકટ છે
આ તરફ એક નવું વાવાઝોડું આવશે.આ વાવાઝોડાનું નામ માઈચોંગ વાવાઝોડું છે.જો તે વાવાઝોડું બનશે તો માઈચોંગ વાવાઝોડું (Michaung ) હિંદ મહાસાગરમાં આ વર્ષનું છઠું અને બંગાળની ખાડીમાં ચોથું વાવાઝોડું હશે. ત્યારે હાલ ગુજરાત પર પણ સંકટના વાદળા ઘેરાયેલા છે. આ મોઈચોંગ વાવાઝોડાથી ગુજરાતને શું અસર થશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વાવાઝોડાનું નામકરણ મ્યાનમારે દેશ દ્વારા આપવામાં આવ્યું છે.